ખેડા : ભૂતિયા ગામે ગાંજાની ખેતીનો SOGએ કર્યો પર્દાફાશ, રૂ. 54 લાખથી વધુના ગાંજાનો જથ્થો જપ્ત...

કપડવંજ તાલુકાના ભુતીયા ગામે માત્રામાં કરાયેલ ગાંજાની ખેતી સહિત ગાંજાનો જથ્થો એસઓજી પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ખેડા : ભૂતિયા ગામે ગાંજાની ખેતીનો SOGએ કર્યો પર્દાફાશ, રૂ. 54 લાખથી વધુના ગાંજાનો જથ્થો જપ્ત...

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભુતીયા ગામે માત્રામાં કરાયેલ ગાંજાની ખેતી સહિત ગાંજાનો જથ્થો એસઓજી પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લા એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે કપડવંજ તાલુકાના ભુતીયા ગામે કૃપાજીના મુવાડામાંથી અલગ અલગ 2 સર્વે નંબરના ખેતરમાંથી ગાંજાનો ઉભો પાક ઝડપી લેવામાં આવ્યો હતો. આ મોટી માત્રામાં ગાંજો જોઈ એસઓજી પોલીસ પણ ચોકી ઉઠી હતી. મહત્વની વાત કરવામાં આવે તો, કપડવંજ પોલીસ ઊંઘતી રહી અને ખેડા એસોજી પોલીસે ઓપરેશન પાર પાડ્યું છે. આશરે 550 કિલો જેટલો ગાંજો જેની કિંમત રૂ. 54,98,000 જેટલી થાય છે. સમગ્ર મુદ્દામાલ સાથે ખેતર માલિકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ખેતર માલિકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજી પોલીસ દ્વારા મુદ્દામાલને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ગાંજાનો જથ્થો એકત્ર કરી કપડવંજ રૂલર પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.