/connect-gujarat/media/post_banners/9545581b280ee5aa94ce3959f0006c80a3e6e502e6ea40f57e2ed8b9568e3e6c.webp)
ખેડા જિલ્લાના ખેડા તાલુકા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલ 20થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ તથા સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા. અરજદારોને પોતાના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ મળતા તેમણે કલેકટર કે.એલ.બચાણી અને સરકારનો આભાર વ્યરક્ત કર્યો હતો. ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમજ સ્થાનિક અન્ય પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન/સૂચનો આપવામાં આવ્યા. અરજદારો દ્વારા વિધવા સહાય, રેશન કાર્ડ, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવેલ હતી. જેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અરજદારો ઉપરાંત મામલતદાર સહિત પોલિસ વિભાગના અધિકારીઓ, સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.