ખેડા : ચકલાસી નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, જુઓ કેબિનમાં ફસાયેલા ડમ્પર ચાલકનું "LIVE" રેસક્યું...

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

New Update
ખેડા : ચકલાસી નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, જુઓ કેબિનમાં ફસાયેલા ડમ્પર ચાલકનું "LIVE" રેસક્યું...

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત, જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisment

નડિયાદ તાલુકાના ચકલાસી ગામ નજીક આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસે લાકડા ભરેલ ટેમ્પો અને કપચી ભરેલા ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત એટલો ગંભીર હતો કે, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ડમ્પરનો ચાલક કેબિનમાં જ ફસાયો હતો, ત્યારે 108 દ્વારા સૌપ્રથમ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને ડમ્પરમાં જ સારવાર આપવાની જરૂર પડી હતી. બનાવની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ડમ્પરમાં ફસાયેલ વ્યક્તિનું રેસક્યું હાથ ધર્યું હતું. કટર સહિતના સાધનો વડે ડમ્પરની કેબિનનું પતરું કાપી એક કલાકની ભારે હાજેમત બાદ ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisment