આપ દ્વારા કિસાન મહાપંચાયત સભા યોજાઈ
આપના ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત
જનમેદનીને સંબોધિત કરતા ગોપાલ ઈટાલીયા
ગોપાલ ઈટાલીયાએ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર
ગોપાલ ઈટાલીયાએ કાયદા મંત્રીને ફેંક્યો પડકાર
અમરેલીના સિનિયર સીટીઝન પાર્ક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત સભા યોજવામાં આવી હતી. જંગી જનમેદની વચ્ચે આપના નેતાઓએ સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા.
અમરેલીના સિનિયર સીટીઝન પાર્ક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત સભા યોજવામાં આવી હતી.ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી, બ્રીજરાજ સોલંકી, રાજુ સોલંકી સહિતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બ્રીજરાજ સોલંકીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સરકારના મંત્રીઓને પટાવાળા સાથે સરખાવીને સરકાર નહી પણ સર્કસ હોવાનું જાહેરમંચ પરથી જણાવ્યું હતું. જ્યારે આગામી વિધાનસભાના સત્રમાં આ વિસ્તારના કાયદામંત્રી કૌશિક વેકરીયા જો સરકારમાં હોય ને સર્કસમાં ન હોય તો 2 કાયદાઓ લાવે તો ગોપાલ ઇટાલીયાનો મત ભાજપને આપશે તેવો પડકાર ફેંક્યો હતો.
વધુમાં ગોપાલ ઈટાલીયાએ જમીન માપણીનો કાયદો રદ કરવાની માંગ કરીને દારૂ અને ડ્રગ્સ પકડાઈ તે વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ધારાસભ્યને જેલ થાય તેવો કાયદો લાવવાનું જણાવ્યું હતું.