Connect Gujarat
ગુજરાત

પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ, અમરેલી અને જુનાગઢમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું...

જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે,

X

રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલું નિવેદન સમગ્ર રાજ્યના ભાજપ પક્ષ માટે ખૂબ જ મોંઘું સાબિત થયું છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધમાં અમરેલી ખાતે કરણી સેના દ્વારા કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રૂપાલાની કર્મભૂમિ અમરેલીમાં કરણી સેના દ્વારા તેઓની ટીકીટ રદ્દ થાય તેવી માંગણી કરવામાં આવી છે. જોકે, ક્ષત્રિય સમાજના આવેદન પત્ર બાદ કરણી સેના દ્વારા પણ રૂપાલા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

તો બીજી તરફ, જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ત્યારે જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં પણ હાટી ક્ષત્રીય યુવા સંગઠન અને કરણી સેનાએ પુરુષોત્તમ રૂપાલાનો જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં મામલતદાર કચેરી ખાતે હાટી ક્ષત્રીય યુવા સંગઠન અને કરણી સેનાના આગેવાનો અને કાર્યકરોએ આવેદન પત્ર આપી રૂપાલાની ટિકિટ રદ્દ કરવા ઉગ્ર માંગ કરી હતી.

Next Story