Connect Gujarat
ગુજરાત

કચ્છ: મંદિર અને આશ્રમોમાં ચોરી કરતી તસ્કર ગેંગના 3 સાગરીતો ઝડપાયા

કચ્છમાં ધાર્મિક સ્થાનોને અભડાવતી સક્રિય તસ્કર ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડી પૂર્વ કચ્છ પોલીસે મહત્વની સફળતા મેળવી છે.

X

કચ્છમાં ધાર્મિક સ્થાનોને અભડાવતી સક્રિય તસ્કર ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડી પૂર્વ કચ્છ પોલીસે મહત્વની સફળતા મેળવી છે.અંજારના મકલેશ્વર મહાદેવ અને પઠાવીડી સંધ્યાગીરીબાપુના આશ્રમમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી તમામ મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.

કચ્છમાં છેલ્લા દોઢ મહિનાથી મંદિર ચોરીના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે.અંજારના રાધાનગર અને મકલેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ અભડાવ્યા બાદ સંધ્યાગિરીબાપૂના આશ્રમને નિશાને બનાવ્યું હતું.આ મામલામાં પૂર્વ કચ્છ પોલીસે મહત્વની સફળતા મેળવી મંદિરમાં ચોરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે.સંધ્યાગિરી આશ્રમમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આ ટોળકી બનાસકાંઠાની હોવાનું જણાઇ આવતા ફુટેજ અને ટોલનાકાના સીસીટીવી તેમજ વાહનોના નંબરના આધારે બનાસકાંઠામાંથી આ તસ્કરોને ઝડપી લેવાયા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Next Story