કચ્છ : 3 પાકિસ્તાની માછીમારોની BSFએ હરામીનાળા વિસ્તારમાંથી કરી ધરપકડ...

ભુજ BSF દ્વારા રાતોરાત હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં તા. 12 ડિસેમ્બર 2022ની સવારે હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી કાયદેસરની ને ઝડપી લીધા હતા.

New Update
કચ્છ : 3 પાકિસ્તાની માછીમારોની BSFએ હરામીનાળા વિસ્તારમાંથી કરી ધરપકડ...

કચ્છ જીલ્લામાં ભુજ BSF દ્વારા રાતોરાત હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં તા. 12 ડિસેમ્બર 2022ની સવારે હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી કાયદેસરની ને ઝડપી લીધા હતા.

મળતી માહિતી અનુસાર, ગત તા. 11 ડિસેમ્બરના રોજ BSFના પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની હિલચાલ જણાતા એલર્ટ BSFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટને કબજે કરી હતી. પરંતુ BSFને પોતાની તરફ આવતા જોઈ માછીમારો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગવા લાગ્યા હતા. મુશ્કેલ અને પડકારરૂપ ભેજવાળી જમીન તેમજ રાત્રિના કારણે મર્યાદિત દૃશ્યતા હોવા છતાં BSFએ તેમનો પીછો કરી અલી અસગર, જાન મોહમ્મદ, બિલાલબલ નામના 3 પાકિસ્તાની માછીમારોને પકડી લીધા હતા. જેમાં અલી અસગર અગાઉ પણ 2017માં BSF દ્વારા પકડાયો હતો, અને 1 વર્ષ સુધી ભુજ જેલમાં રહ્યો હતો, અને બાદમાં અટારી વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પરત ફર્યો હતો. માછીમારોની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ માત્ર માછીમારી કરવા માટે આવ્યા હતા.

Latest Stories