કચ્છ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં નોધાયો આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 50%નો વધારો...

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પોતાના શરીરના તાપમાનને ઠંડુ રાખવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે

New Update
કચ્છ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં નોધાયો આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 50%નો વધારો...

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પોતાના શરીરના તાપમાનને ઠંડુ રાખવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે, ત્યારે ઉનાળાની ઋતુનો પ્રારંભ થતાં જ કચ્છ જીલ્લામાં આઈસ્ક્રીમના ઉત્પાદનમાં પણ વધારો થયો છે.

સમગ્ર રાજ્યમાં બપોર સુધીમાં ધોમધખતા તાપથી તાપમાનનો પારો 39 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી પહોચી રહ્યો છે. કચ્છ જીલ્લામાં પણ માર્ચ મહિનાની શરૂઆતથી જ ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકો પણ બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં જોવા મળી રહ્યા છે. સાથે જ જુદાં જુદાં સ્વાદની આઈસ્ક્રીમનું પણ ચલણ વધ્યું છે

ત્યારે કચ્છ જીલ્લામાં આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 30થી 50 ટકાનો વધારો થયો છે. આ વર્ષે ગરમીનું પ્રમાણ વધતાં લોકોની આઈસ્ક્રીમની દુકાનો પર દિવસભર અવરજવર વધી છે. જોકે, મોંઘવારી વધતાં ડ્રાયફ્રુટ, ચોકલેટ, સીરપ સહિતની ચીજવસ્તુઓના ભાવોમાં પણ વધારો થયો છે. પરંતુ કાળઝાળ ગરમી સામે રક્ષણ મેળવવા લોકો મોંઘવારીનો માર પણ સહન કરતાં હોય તેમ લાગી રહ્યું છે.

Latest Stories