Connect Gujarat
ગુજરાત

કચ્છ : BSFનું મેગા સર્ચ ઓપરેશન, 11 પાકિસ્તાની બોટ અને 6 શખ્સોની ધરપકડ

કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાંથી BSF દ્વારા 11 પાકિસ્તાની બોટ અને 6 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

X

કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાંથી BSF દ્વારા 11 પાકિસ્તાની બોટ અને 6 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની નાગરિકો સાથે ઘૂસણખોરોને પણ પકડવામાં આવી રહ્યા છે.

હરામીનાળા ક્રિક વિસ્તારમાં એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઈને BSF દ્વારા વધુ એકવાર પાકિસ્તાનની નાપાક કરતૂતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અત્યારસુધી 11 પાકિસ્તાની બોટ અને 6 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે, BSF ગુજરાતના કચ્છ કાંઠેની આ સૌથી મોટું ઓપરેશન છે. અત્યારસુધી માત્ર એકલ દોકલ બોટ ઝડપાતી હતી. પરંતુ આ વખતે મેગા સર્ચ અભિયાનમાં 11 બોટ સાથે ક્રિક એરિયામાં છુપાયેલા શખ્સોને પણ ઝડપી લેવાયા છે. સાથે જ હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. BSF ગુજરાતના આઈજી જી.એસ.મલિકના સીધા નેતૃત્વમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. દિલધડક ઓપરેશન કરીને પાકિસ્તાની સીમાની એકદમ બાજુમાંથી પાક. માછીમારોને પકડી લેવાયા છે. પાકિસ્તાની ઘૂસણખોરો ભારતીય સીમામાં સારી માછલી મેળવવા માટે આવ્યા હતા. ઘૂસણખોરો BSFને જોઈને બોટ લઈને ભાગ્યા, પકડવા માટે એક રાઉન્ડ ફાયરિંગ પણ કરાયુ હતું. BSF, આર્મી અને એરફોર્સના ટીમવર્કથી પાકિસ્તાની 11 બોટો સાથે 6 માછીમારોને ઝડપી લેવામાં સફળતા મળી છે.

Next Story