Connect Gujarat
ગુજરાત

કચ્છ : ડેમોમાં હવે માત્ર બચ્યું છે 22% પાણી, પાણીની કટોકટી સર્જાય શકે તેવી શક્યતા..!

સરહદી કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ પાછો ખેંચાયો, હાલ માંડ 30% જેટલો વરસાદ સરહદી કચ્છમાં નોંધાયો.

X

સરહદી કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાય જતાં માંડ 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે જળાશયોમાં પાણીનું સ્તર પણ ઘણું ઘટી રહ્યું છે. જો હવે વરસાદ ન પડે તો કચ્છમાં પાણીની ભારે કટોકટી સર્જાય શકે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

કચ્છમાં મધ્યમ સિંચાઈના કુલ 20 ડેમ આવેલા છે. જેના પર સમગ્ર જિલ્લો મુખ્યત્વે આધાર રાખે છે, ત્યારે આજની સ્થિતિએ અહીના ડેમોમાં માત્ર 22 ટકા જેટલું જ પાણી બચ્યું છે. જો હવે વરસાદ ન પડે તો કચ્છમાં પાણીની કટોકટી સર્જાય શકે તેવી શક્યતા વર્તાઇ રહી છે. હાલમાં ઘણા ખેડૂતો પાણીના અભાવે ખેતીમાં વાવેલા મોલને પાણી પણ આપી શકતા નથી.

પશુપાલકોએ હિજરત શરૂ કરી દીધી છે, ત્યારે આવા સમયે કચ્છ જિલ્લામાં મોંઘેરા મેઘરાજા વરસે તે જરૂરી બન્યું છે. જોકે, કચ્છમાં ગત જૂન મહિનામાં વરસાદનો એક રાઉન્ડ થયો હોવાથી પાણીનો આંશિક તો સંગ્રહ થયો છે. પરંતુ જિલ્લામાં ડેમ સિવાય પાણીના અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી આપી શકાય તેમ નથી.

Next Story