Connect Gujarat
ગુજરાત

કચ્છ : કોરોનાના કેસમાં વધારો છતાં, સફેદ રણની મુલાકાત લેતા પ્રવાસીઓ...

કોરોના કાળમાં પણ પ્રવાસીઓ બન્યા ફરવાના ઘેલા, સફેદ રણના મુલાકાતે આવતા લોકોમાં થયો વધારો

X

કચ્છ જીલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેમ છતાં સફેદ રણના મુલાકાતીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. કોરોનાના કડક નિયંત્રણો અમલમાં ન હોવાથી હજારો લોકો કચ્છ ફરવા આવી રહ્યા છે.

કચ્છનું સફેદ રણ જોવા માટે દેશ અને વિદેશથી લોકો આવી રહ્યા છે. ગત વર્ષે આ સમયે કોરોનાનો કહેર હતો, જેથી પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી રહી હતી. પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઓછા હતા અને મોટા ભાગના લોકોનું રસીકરણ થઈ ગયું હોવાથી પ્રવાસીઓ ફરી પોતાના મનગમતા સફેદ રણની મુલાકાતે આવી રહ્યા છે. આ વર્ષે નવેમ્બરથી શરૂ થયેલા રણોત્સવમાં અત્યાર સુધી અઢી મહિનામાં 1,48,930 પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા. નવેમ્બર મહિનામાં કુલ 60 હજાર લોકોએ રણોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે ડિસેમ્બર મહિનામાં 59 હજાર લોકો સફેદ રણ જોવા ઉમટ્યા હતા. જોકે, જાન્યુઆરીના 22 દિવસમાં પણ 38 હજાર લોકોએ સફેદ રણની મુલાકાત લીધી હોવાનું વહીવટી તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.

Next Story