કચ્છ: ધોળાવીરામાં 16 કરોડ વર્ષ જૂનું Jurassic Fossil Wood મળી આવ્યું
6 કરોડ વર્ષ જૂનું Jurassic Fossil Wood મળ્યું. કલેક્ટરની સૂચનાથી જાળવણીની કામગીરી શરૂ કરાય.
કચ્છનાં ભચાઉ તાલુકાના ખડીરના ધોળાવીરા ખાતે 16 કરોડ વર્ષ જૂના Jurassic Fossil Wood મળી આવ્યા છે,જે પુરા ભારત વર્ષ માટે એક મહત્વની ઘટના છે અને હાલમાં આ Jurassic Fossil Woodને Restore કરવામાં આવી રહ્યું છે.
આજથી 10 થી 11 વર્ષ પહેલા જીઓલોજિસ્ટ દ્વારા ધોળાવીરા ખાતે Jurassic Fossil Wood ની શોધ કરવામાં આવી હતી પહેલા પણ આ પ્રકારના લાકડા શોધવામાં આવ્યા છે પરંતુ આ પ્રકારના લાકડા શોધ્યા બાદ તેને વનવિભાગ દ્રારા રક્ષિત કરવું જરૂરી બને છે. ધોળાવીરામાંથી મળેલ આ પ્રકારના લાકડાને રક્ષિત કરવા માટે વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો 2011-2012માં આલાકડાને રક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં તેની ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી અને લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી પરંતુ ફેન્સીંગ તોડીને પણ લોકો તેના નાના નાના ટુકડાઓ લઈ જતા હતા.
ધોળાવીરા ખાતે બે Jurassic Fossil Wood મળી આવ્યા હતાં જેમાંથી એક 11 મીટર લાંબો અને 1.5 મીટર પહોળો છે જ્યારે બીજી 13 મીટર લાંબો અને 1.5 મીટરથી પહોળો Jurassic Fossil Wood છે. જેમાં ક્યાંક ક્યાંક વચ્ચેથી તેના ટુકડાઓ તૂટી ગયા છે.ધોળાવીરા ખાતે ઉત્તરની બાજુએ જ્યાં ડુંગરની ધાર છે ત્યાં આ Jurassic Fossil Wood છે. આ હજારો વર્ષથી ખુલ્લામાં પડ્યું છે અને ગરમી, ઠંડી અને વરસાદને કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યા છે. તો કેટલાક ટુકડાઓ રણમાં વહી ગયા છે અને કેટલાક ટુકડાઓ લોકો લઈ ગયા છે..દસ વર્ષ પછી આ જગ્યા પર પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્રને આ Jurassic Fossil Wood ની જાણ થઈ હતી કે આ જીઓ હેરિટેજ છે અને આ ભૂસ્તરીય સભ્યતાને બચાવવું જરૂરી છે.
2014માં પ્રવાસન વિભાગ દ્વારા 8 થી 10 કરોડના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ શરૂઆતમાં 4થી 5 વર્ષ કોઈપણ જાતનું કાર્ય કરવામાં આવ્યું ન હતું.2017માં આ Jurassic Fossil Wood ની આજુબાજુ વિકાસ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ આમતો પ્રવાસન વિભાગનું છે પરંતુ હાલમાં કચ્છ કલેકટરની સૂચના મુજબ કામ કરવામાં આવી રહ્યું છે. હાલ Jurassic Fossil Wood ને યોગ્ય રક્ષણ મળી ગયું છે.Jurassic Fossil Wood પર જ્યારે રિસર્ચ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ 16 કરોડ વર્ષ જૂનું લાકડું છે અને જે અત્યારે જોવામાં 11 થી 13 મીટર છે જે ખરેખર ખૂબ મોટો હોઇ શકે છે. આ Jurassic Fossil Wood પર અભ્યાસ કરવામાં આવ્યું અને ક્યાં પથ્થરોમાં આ મળી આવે છે તેની માહિતી મેળવવામાં આવી હતી..આ Jurassic Fossil Wood ને રિસ્ટોર કરવાનું કાર્ય પૂરા ભારત વર્ષમાં પ્રથમ વખત થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં Restore કરવાનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે.
અમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT
સુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMTવડોદરા : સાવલી નજીકથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય, ગુજરાત ATSએ કરોડો...
16 Aug 2022 12:29 PM GMTમોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ...
16 Aug 2022 11:58 AM GMT