કચ્છ : મધ્યરાત્રીએ 5ની તીવ્રતાનાં ભૂકંપથી સ્થાનિકોમાં ભય,ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે. રાત્રે 11.26 કલાકે આવેલા 5ની તીવ્રતાના આંચકાએ લોકોની ઉંઘ ઉડાડી દીધી હતી

New Update
  • કચ્છમાં મધ્યરાત્રીએ ભૂકંપનો આંચકો

  • 5ની તીવ્રતાના ભૂકંપે સૌની ઉંઘ ઉડાડી

  • ભુજ,નખત્રાણા,રાપર,ભચાઉમાં આંચકો અનુભવાયો

  • પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

  • આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી 17 કિમી દૂર નોંધાયું

કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે. રાત્રે 11.26 કલાકે આવેલા 5ની તીવ્રતાના આંચકાએ લોકોની ઉંઘ ઉડાડી દીધી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી મશીન પર નોંધાયા મુજબઆંચકાનું કેન્દ્રબિંદુ અંજાર તાલુકાના દુધઈથી 17 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હતું.

કચ્છમાં મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે.ભૂકંપની અસર વાગડરાપરભચાઉથી લઈને અંજારભુજ અને નખત્રાણા સુધીના વિસ્તારોમાં અનુભવાઈ હતી. આંચકો અનુભવતા જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી પડ્યા હતા.

જણાવ્યા મળ્યા મુજબ આ આંચકાથી સમગ્ર વાગડ વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ પહેલા 16 માર્ચે ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી મશીન પર નોંધાયા મુજબઆંચકાનું કેન્દ્રબિંદુ અંજાર તાલુકાના દુધઈથી 17 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હતું.5ની તીવ્રતાનાં ભૂકંપે લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો.

Latest Stories