Connect Gujarat
ગુજરાત

કચ્છ : વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોના લલાટે ચિંતાની "લકીરો", માલધારીઓનું અન્ય સ્થળે સ્થળાંતર

વરસાદની આગાહી વચ્ચે વરસાદ પાછો ખેંચાયો, વરસાદ નહીં વરસતા ખેડૂતોની મૂંઝવણમાં વધારો.

X

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે કચ્છ જીલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. પાકની વાવણી તો કરાય છે, પણ હજી સુધી સારો વરસાદ નહીં વરસતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. તો સાથે જ પશુઓ સાથે માલધારીઓ અન્ય સ્થળે સ્થળાંતર કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં થતી ખેતી મોટા ભાગે વરસાદ આધારીત હોય છે. જગતના તાતે પાક માટે વરસાદ પર આધાર રાખવો પડતો હોય છે. કારણ કે, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં સિંચાઈની સગવળો જોઈએ એટલી સારી મળતી નથી, ત્યારે ખેડૂતો વરસાદની સિઝનમાં જ વાવણી કરતા હોય છે. પરતું હવે કચ્છ જીલ્લામાં ચોમાસું પાછું ધકેલાતા ખેડૂતોની ચિંતા વધી છે. અહી ખેડૂતોએ પાકની વાવણી તો કરી છે, પરંતુ હજી સુધી પાકને લાયક સારો વરસાદ વરસ્યો નથી.

લખપતમાંથી 1 હજાર પશુઓ સાથે માલધારીઓએ સ્થળાંતર પણ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વરસાદ ખેંચાતા કચ્છના ધરતીપુત્રો અને માલધારીઓના લલાટ પર ચિંતાની લકીરો જોવા મળી રહી છે. કચ્છમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે માત્ર અમી છાંટડા વરસી રહ્યા છે.

Next Story