કચ્છ: કંડલા કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ રૂ.3 હજારની લાંચ લેતા ઝડપાયો

કચ્છના કંડલા ખાતે આવેલ કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે

New Update
Advertisment

કચ્છના કંડલા ખાતે આવેલ કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે

Advertisment
કચ્છના  કંડલા ખાતે ફરિયાદી ખાનગી કંપનીમાં લેબર મેન્જમેન્ટનું કામ કરતા હોઇ આ કામના આક્ષેપીતે ફરીયાદીની કંપનીના મજૂરોને કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોનના પ્રવેશગેટથી અવરજવર કરવા દેવા અને હેરાનગતી નહી કરવા માટે રૂ.3 હજારની  લાંચની માંગણી કરી હતી.લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઇ ફરિયાદીનાઓએ ગાંઘીઘામ એસીબીનો સંપર્ક ર્યો હતો અને બોર્ડર રેન્જ એસીબી મદદનિશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ પૂર્વ કચ્છ એસીબી પીઆઇ ટી.એચ.પટેલે કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોનના ઓલ્ડ ગેટ પ્રવેશ દ્વાર પર છટકું ગોઠવ્યું હતું અને કસ્ટમ વિભાગના હેડકોન્સ્ટેબલ ઇશાક અબ્દુલકરીમ સમાને રૂ.3,000 લાંચ લેતાં રંગે હાથ પકડી સફળ ટ્રેપ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે , કાસેઝમાં કસ્ટમની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે તેની વચ્ચે એસીબીની સફળ ટ્રેપને કારણે થયેલા પર્દાફાશથી ફફડાટ મચી જવા પામ્યો છે.
Latest Stories