ક્ચ્છ : મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભુજના આંગણે યોજાશે, મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ

New Update
ક્ચ્છ : મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભુજના આંગણે યોજાશે, મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ

હજારો વર્ષોના પ્રાચીન તીર્થ સંગ્રહીને બેઠેલા ક્ચ્છ પ્રદેશ એટલે ભારતની એક એવી ગૌરવવંતી ભૂમિ, જયાં શૌર્ય અનેક પ્રેરક ગાથાઓ કંડારાઈ છે, જયાં સાત-સાત વખત પધારીને પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા તેમના અનુગામી ગુણાતીત ગુરુવર્યોએ ભક્તિ, સેવા, નિયમ અને નિષ્ઠાની અનોખી લહેર પ્રસરાવી છે.


બી.એ.પી.એસ.નાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારલક્ષી સેવાકાર્યો અને સદાચારના પોષણથી વધુ સંપોષિત આ ભૂમિ પર કચ્છ પંથકના સુખાકારી માટે ભુજ નગરના આંગણે નૂતન શિખરબદ્ધ બી, એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના નિર્માણનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો કરકમળો દ્વારા સંતો મહાનુભાવો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં તા. ૬-૪-૨૦૨૩, ગુરુવારના પવિત્ર દિને આ ઐતિહાસિક અવસરનું આયોજન કરાયું છે. બી.એ.પી.એસ. સત્સંગ મંડળ, ભુજ વતી સાધુ વિવેક મંગલદાસ તથા સંતવૃંદ જહેમત ઉઠાવી રહ્યા છે. મહંત સ્વામીની ઉપસ્થિતમાં ભુજ ખાતે સત્સંગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે,મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે.

Latest Stories