Connect Gujarat
ગુજરાત

કચ્છ : વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી

કચ્છના વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

X

કચ્છના વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

કચ્છનો વાગડ વિસ્તારએ સંતો મહંતોની અને પાંડવ કાલીન વિરાટ નગરી તરીકે જાણીતી છે એવા આ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરથી અગિયાર કિલોમીટર દૂર આવેલ બાદરગઢ પાટીયા પાસેના જલારામ મંદિરની સ્થાપના ત્રીસ વર્ષ અગાઉ કરવામાં આવી હતી.ધીરેધીરે આ મંદિરની ખ્યાતિ મીની વિરપુર તરીકે પ્રખ્યાત થઈ છે.વિરપુરના સંત જલારામ બાપાના સુત્ર દે ને કો ટુકડા ભલા લેને હરિ કા નામ નો ઉજાગર કરવામા આવે છે.દર ગુરુવારે ખીચડી કઢીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તો અહી કાયમ માટે અન્ન ક્ષેત્રેમા લોકો પ્રસાદનો લાભ લઇ રહ્યા છે વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકામાં મીની વિરપુર તરીકે પ્રસિદ્ધ થયેલા બાદરગઢ પાટીયા જલારામ મંદિર ખાતે આજે જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતિની ઉજવણી ૨૨૪ દિવડા દ્વારા કરવામાં આવી હતી આજે જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે રાસ ગરબા મહાઆરતી મહા પ્રસાદ સત્સંગ ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

Next Story