/connect-gujarat/media/post_banners/50ac494c41385736454af410f1aca82bd521675cf3968371268db2b86e8d11a7.webp)
કથાના મુખ્ય યજમાન અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની ઐતિહાસિક કથાને સફળ બનાવવા હજારો રામ સેવકો તન-મન-ધનથી તત્પર છે. સતત ખડે પગે રહીને સ્વયં સેવકો સેવા આપશે. આજે હજારો સ્વયં સેવકોની વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પાણી સમિતિ, વાહન સમિતિ, રાજકિય પ્રોટોકોલ સમિતિ, મેડિકલ, લાઈટ, સંતો-મહંતો, કથાકાર વ્યવસ્થા સમિતિ, મહિલા સમિતિ, શણગાર સમિતિ, મનોરંજન સમિતિ, કાર્યાલય સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, મીડિયા સમિતિ, સેવા વસ્તી કિટ સમિતિ, ફોટોગ્રાફી, સફાઈ, ભોજન વ્યવસ્થા સહિતની વિવિધ સમિતિની વરણી કરવામાં આવી હતી. રામકથામાં દરરોજ ૩૦થી ૪૦ હજાર લોકોને મહાપ્રસાદ અપાશે, પરંતુ આસ-પાસના ગામોની દરેક ગાય માતાને ૧૧૦૦ મણ લીલાચારાનું નિરણ કરવામાં આવશે. પંખીને ચણ, કૂતરાને રોટલા સહિતની જીવદયા પ્રવૃત્તિ પણ થશ તેવી માહિતી બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા આપી હતી તો નિરાધારો, ગરીબને રાશનકિટ પણ આપવામાં આવશે.કથા દરમિયાન વિવિધ સમિતિમાં નર-નારી કથામાં નાનેતર જાતિ (કિન્નરો) પણ તેમની સમાજ સેવા આપી આહૂતિ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરારીબાપુ કિન્નર સમાજ માટે રામાયણ કથા આપી ચૂક્યા છે. આ કથાને લઈને અઢારે આલમમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. રામ સેતુમાં ખીસકોલી જે ચપટી ધુળ આપીને પોતાની સેવા આપી હતી તેવી આ ભગીરથ રામકથાના કાર્યમાં કિન્નરો પણ આહૂતિ આપશે. બીજું કથામાં વિકલાંગ, વૃદ્ધો તથા શ્રવણ કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે