Connect Gujarat
ગુજરાત

કચ્છ : રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર માટે જિલ્લાના ચાર કારીગરોની પસંદગી, જાણો તેમની કલા વિષે...

દેશમાં કલા કારીગરી માટે કચ્છને ગૌરવ અપાવનારા કલાકારોએ દબદબો જાળવી રાખ્યો છે.

X

દેશમાં કલા કારીગરી માટે કચ્છને ગૌરવ અપાવનારા કલાકારોએ દબદબો જાળવી રાખ્યો છે. 2021ના રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર માટે સમગ્ર દેશમાંથી 10 કારીગરની પસંદગી કરાઈ હતી તે પૈકી ચાર કારીગરો કચ્છના છે. આ યુવા કારીગરોને 18મી માર્ચના ઓનલાઈન પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

દેશભરમાંથી કમલાદેવી પુરસ્કાર માટે 10 કારીગરોની પસંદગી કરવામાં આવી છે.જેમાં કચ્છના 4 કારીગરો પૈકી રોગાન કલા માટે નિરોણાના મોહમ્મદ રિઝવાનને તથા બાંધણી માટે ભુજના યુવા કસબી અબ્દુલ વહાબ ખત્રીને આ કમલાદેવી કલા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું છે. નિરોણાના રોગાન કળાના કારીગર મોહમ્મદ રિઝવાન ખત્રીએ જણાવ્યું હતું કે તેઓએ આ પુરસ્કાર માટે રોગાનના રંગોથી સજાવેલા ફેન્સી વસ્ત્રોના ફોટા મોકલાવ્યા હતા.મોહમ્મદ રિઝવાનએ અગાઉ 2016નો સ્ટેટ એવોર્ડ 2017માં લેકમે ફેશન એવોર્ડ તેમજ 2019માં પેરિસ ફેશન મેળવ્યા છે.તો આ કમલા દેવી એવોર્ડ આ લુપ્ત થતી રોગાન કલાને જીવંત રાખવા તેમજ ગામની સ્થાનિક 45 જેટલી મહિલાઓને શિખડવા માટે તેમને આપવામાં આવ્યો છે.

ભુજની બાંધણી માટે કમલાદેવી પુરસ્કાર માટે પસંદગી પામેલા યુવા કારીગર અબ્દુલ વહાબ ખત્રીએ જણાવ્યું હતું કે તે છેલ્લા પાંચ-6 વર્ષથી આ બાંધણીનું કામ કરી રહ્યો છે. આ વર્ષે તેને યંગ આર્ટીઝનનો એવોર્ડ જાહેર થયો છે જેમાં તેણે બે સ્ટોલ અને બે સાડી પસંદગી માટે મોકલી હતી.

Next Story