Connect Gujarat
ગુજરાત

કચ્છ : બેન્ક કેશવાન ઉઠાંતરીમાં 2 કર્મચારીની સંડોવણી હોવાનો ચોંકાવનારો ખુલાસો, 6 લૂંટારુઓની ધરપકડ...

કચ્છ જિલ્લામાં બેન્ક કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ગાંધીધામ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

કચ્છ જિલ્લામાં બેન્ક કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ગાંધીધામ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઉતરાયણના એક દિવસ પૂર્વે રૂ. 2.13 કરોડ રોકડ ભરેલી કેશવાનને ડુપ્લીકેટ ચાવીથી હંકારી જઈને લૂંટનો ચકચારી પ્રયાસ કરાયો હતો. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં કરોડો રૂપિયા ભરેલી બેન્ક કેશવાન લૂંટવાના નિષ્ફળ પ્રયાસના કેસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ગાંધીધામ પોલીસે કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ઝડપ્યા છે. આ મામલે ગાંધીધામ પોલીસની તપાસમાં ચોકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં બેન્કના જ 2 કર્મચારીઓએ કરોડો રૂપિયાની લૂંટનો પ્લાન બનાવ્યો હતો. કચ્છમાં રૂ. 2.13 કરોડ ભરેલી કેશવાન લૂંટીને આરોપી ફરાર થયો હતો. આરોપીઓને પીછો કરતા આરોપી કેશવાન મુકીને નાસી છુટ્યા હતા, જ્યાં કિલોમીટરો સુધી ચોર-પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસને લૂંટારાઓને ઝડપી લેવામાં સફળતા મળી છે, ત્યારે હાલ તો બેન્ક કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ગાંધીધામ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story