Connect Gujarat
ગુજરાત

કચ્છ : સસ્તું સોનું આપવાની લાલચે ભાવનગરના વેપારી સાથે થઈ રૂ. 2.15 કરોડની છેતરપિંડી, 4 લોકોની ધરપકડ...

ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પરના મીઠીરોહર તેમજ અન્ય 2 આરોપીઓને અમરેલી અને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા

X

કચ્છ જીલ્લામાં સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગના 4 સાગરીતો પોલીસના સકંજામાં આવ્યા છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય શખ્સોને ઝડપી જેલ ભેગા કર્યા છે.

ગાંધીધામ એ' ડિવિઝન મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, સસ્તા સોનાના નામે સોનાનું એક અસલી બિસ્કિટ બતાવી રૂ. 2 કરોડ 15 લાખની છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલા ગેંગના 2 સાગરીતો પૈકી અર્જુન પ્રદીપ સોજીત્રા અને રમેશ દુદા રેવરને રોકડ રકમ 1 કરોડ 23 લાખ સહિત કાર-મોબાઇલ મળી કુલ રૂ. 1 કરોડ 32 લાખ 50 હજારના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

જેમાં ફરીયાદી ઇમરાન ધોળીયાને ત્યાં તથા તેની સાથેના સાહેદોને માળીયા ખાતે બોલાવી અસલી સોનાનું એક બિસ્કિટ રૂ. 5 લાખમાં આપી, વિશ્વાસ સંપાદન કરી બીજા 5 સોનાના બિસ્કિટ વેચવા આપવાના બહાને ગાંધીધામ બોલાવી ફરીયાદી પાસેથી રોકડ રૂ. 2 કરોડ 15 લાખ લઈ સોનાના બિસ્કિટ નહીં આપી અન્ય આરોપીએ સાદા ડ્રેસમાં નકલી પોલીસ તરીકે ઓળખ આપી હતી. આ સાથે જ ફરીયાદીના રોકડા રૂપિયા ભરેલો થેલા લઇ ફરાર થઈ છેતરપીંડી આચરી હતી.

આ મામલે ફરિયાદીએ કુલ 9 લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ ચલાવી રહી હતી. જેના આધારે ભાવનગર જિલ્લા પોલીસે 2 આરોપીઓને ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પરના મીઠીરોહર તેમજ અન્ય 2 આરોપીઓને અમરેલી અને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં સુરેન્દ્રનગરના લખતરનો રહેવાસી સાહિલખાન પઠાણ, પોલીસ તરીકે પોતાની ઓળખ આપનાર સુલેમાન શેખ તથા તેની સાથેના 2 અજાણ્યા શખ્સો ઝડપાયા નથી. જેઓને પણ વહેલી તકે ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન હોવાનું જણાવ્યું હતું

Next Story