કચ્છ : ભુજમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારીનો કરાયો પ્રારંભ,સંઘ સંચાલક ડો.મોહન ભાગવત વિશેષ ઉપસ્થિત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારી બેઠકનો કરછના ભુજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં સંઘ સંચાલક ડો.મોહન ભાગવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

New Update

આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ કરાયો છે.ક્ચ્છના ભુજમાં આયોજિત બેઠકમાં સંઘ સંચાલક ડો.મોહન ભાગવત અને દત્તાત્રેય હોશબોલેએ ભારતમાતાને નમન કર્યા બાદ પ્રાર્થના રજૂ કરી હતી.પ્રથમ સત્રના પ્રારંભે જુદાજુદા 45 પ્રાંતના 381 આર. એસ.એસ.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાદરેક પ્રાંતમાંથી 5 પ્રતિનિધિઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.ડો.મોહન ભાગવતએ રાષ્ટ્રીય મુદાઓની છણાવટ કરી હતી.દેશના મહાન દિવગતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.તેમજ નેપાળના ભૂકંપમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.ડો.મોહન ભાગવતએ આવનારા દિવસોમાં સંઘના કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપી હતી

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  

Latest Stories