Connect Gujarat
ગુજરાત

કચ્છ : વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતું સૂર્ય મંદિર નામશેષ થવાના આરે, જુઓ શું કહ્યું ઇતિહાસકારે..!

તાજેતરમાં યુનેસ્કો દ્વારા કચ્છનાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની નિષ્ક્રિયતાના કારણે કચ્છનો ભવ્ય ઇતિહાસ ધરાવતું સૂર્ય મંદિર નામશેષ થવાના આરે આવી ગયું છે.

X

તાજેતરમાં યુનેસ્કો દ્વારા કચ્છનાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની નિષ્ક્રિયતાના કારણે કચ્છનો ભવ્ય ઇતિહાસ ધરાવતું સૂર્ય મંદિર નામશેષ થવાના આરે આવી ગયું છે.

કચ્છ જિલ્લો એ રાજાશાહી યુગનો જિલ્લો હોવાથી અહીં ઘણા પ્રાચીન ઇમારતો અને અવશેષો છે. ભુજ તાલુકામાં કોટાય પાસે સોલંકી વંશમાં બનેલુ સૂર્ય મંદિર પણ હેરિટેજ સાઈટનો દરજ્જો ધરાવે છે. પરંતુ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની નિષ્ક્રિયતાના કારણે કચ્છનો ભવ્ય ઇતિહાસ આજે ભૂંસાઈ રહ્યો છે. ભુજ તાલુકાના ધગ્ર, લોડાઈ વિસ્તારમાં આવેલા કોટાય ગામની પાછળ ચારેય બાજુ ડુંગરોથી ઘેરાયેલા વિસ્તારમાં શિવ મંદિર આવેલું છે. જેને સૂર્ય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણોના મત મુજબ, રાવ લાખા ફુલાણીના સમયમા લગભગ 9મી સદીમાં સોલંકી શૈલીમાં આ મંદિર બનાવાયું છે. આ જગ્યાએ અણગોર ગઢ હતો. જે જામ ફુલે બંધાવ્યો હતો અને બીજા 9 મંદિરો પણ હતા. જોકે, કાળક્રમે તમામ મંદિરો નાશ પામ્યા છે. હાલમાં માત્ર આ એક જ સુંદર ઐતિહાસિક મંદિર છે. આ મંદિર કેન્દ્ર સરકાર હસ્તક છે પણ તેની કોઈ જાળવણી કરવામાં આવતી નથી. મંદિર જવા માટે કોઈ રસ્તો નથી ચારેબાજુ બાવળો ઊગી નીકળ્યા છે, જેથી કહી શકાય કે, વર્લ્ડ હેરિટેજ સાઇટ સમાન આ મંદિર હવે નામશેષ થઈ રહ્યું છે.

Next Story