તા. 3 જુલાઇના દિવસને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેનો ઉદેશ્ય પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતિ ઉભી કરવાનો છો. આ કાર્યને કચ્છના એક અશિક્ષિત મહિલા કે, જે 60 મહિલાઓને જોડીને દરેક ગામને પ્લાસ્ટિકના દુષણથી મુક્ત કરવા સાથે કલાત્મક ચીજવસ્તુઓ બનાવી વિદેશમાં પહોંચાડી રોજગારી પણ આપી રહ્યા છે.
આ છે કચ્છ જિલ્લામાં આવેલ અવધનગરના કુળદેવી કૃપા સખી મંડળની બહેનો... કચ્છના ગામે ગામથી વેસ્ટ પોલિથીન એકત્ર કરી તેઓ વણાટકામ થકી કલાત્મક ચીજવસ્તુઓ બનાવી સ્વરોજગારીની સાથે પર્યાવરણની જાળવણી કરવામાં પણ મદદ કરી રહી છે. જેઓ વર્ષ 2018થી વેસ્ટ પ્લાસ્ટિંગ વિવિંગનું કામ શરૂ કર્યું છે. જેમાં ઝભલાથી લઈને ધોઈ, પટ્ટી કાપી વણાટ કરી પ્રોડક્ટ બનાવી જાતે એક્ઝિબિશનમાં વેચાણ કરી 50 જેટલી બહેનોને રોજગારી મળે છે.
જોકે, સખીમંડળ સાથે જોડાયેલી 50 મહિલાઓને રોજગારી તો મળે જ છે, પણ સાથે સાથે આ મહિલાઓ વેસ્ટમાંથી બેસ્ટ અનેક અવનવી ચીજવસ્તુઓ બનાવી રહી છે. જેમાં પર્સ, થેલા, હેન્ડ પર્સ, વોલેટ, ચશ્માના કવર, ટ્રે, ફોલ્ડર, તાલ મેટ, લેપટોપ બેગ વગેરે વસ્તુઓ બનાવી વેચાણ કરવામાં આવે છે. આમ, પ્લાસ્ટિકને રીસાઇકલ નહીં પરતું અપસાઇકલ કરવાની ઝુંબેશથી અનેક મહિલાઓના ઘર તો ચાલી રહ્યા છે. પરંતુ આ મહિલાઓ ખરા અર્થમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને આત્મસાત કરી રહી છે.