ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચા જાગી હતી. જોકે પ્રાથમિક વિગતો મુજબ ઝેરી પીણાના FSL રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનું સામે આવ્યું છે
ગાંધીનગર જિલ્લાના લીહોડા ગામેથી ચોંકવાનાર સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા તો શંકાસ્પદ ઝેરી પીણું પીતા 4 લોકોની સ્થિતિ ગંભીર છે. જેને લઈ આ ચારેય લોકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ તરફ હવે ઝેરી પીણાનો FSL રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ઝેરી પીણામાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થતાં હવે લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે.
આ તરફ આ બંને લોકોનું દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. આ તરફ હવે પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સાથે 108 સેવાને લીહોડા ગામે સ્ટેન્ડબાય રખાઈ છે તો રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી.