અમરેલી : સાવરકુંડલામાં ખેતમજૂર પર સિંહનો જીવલેણ હુમલો, વન્ય-પ્રાણીઓના હુમલા વધતાં લોકોમાં ફફડાટ..!

સાવરકુંડલાના વાડી વિસ્તારમાં ફરી એકવાર સિંહના હુમલાની ઘટના સામે આવી છે. સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ ખેતમજૂરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં

New Update
  • વન્યપ્રાણીઓના માનવ પર હુમલાના પગલે ફફડાટ

  • સાવરકુંડલાના વાડી વિસ્તારમાં ફરી એકવાર ઘટના સર્જાય

  • વાડીમાં કામ કરતાં ખેતમજૂર પર સિંહના હુમલાની ઘટના

  • સિંહે હુમલો કરતાં ખેતમજૂરને હાથે-પગે પહોચી ગંભીર ઇજા

  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેતમજૂરને સારવાર અર્થે ખસેડાયો 

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વાડી વિસ્તારમાં ફરી એકવાર સિંહના હુમલાની ઘટના સામે આવી છે. સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ ખેતમજૂરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સિંહ ક્યારે માનવોનો શિકાર કરતા નથીન તો માણસો પર હુમલો કરે છે. ગીરના જંગલમાં સિંહો અને માણસો અરસ-પરસ રહે છેતેવા અસંખ્ય દાખલા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના માનવ ઉપર હુમલાઓના કારણે ચિંતાઓ વધી છે. સાવરકુંડલામાં ફરી એકવાર સિંહના હુમલાની ઘટના સામે આવી છેજ્યાં વાડી વિસ્તારમાં કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના ખેતમજૂર કેરમ વસુનિયા પર સિંહે હુમલો કર્યો હતો.

જોકેખેતમજૂરે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવતા સિંહ નાસી છૂટ્યો હતો. સિંહના હુમલામાં ખેતમજૂરને હાથે અને પગે ગંભીર ઇજાઓ પહોચી હતી. ત્યારબાદ લોકોએ ઇજાગ્રસ્ત ખેતમજૂરને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. સિંહ હુમલાની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફઘટનાની જાણ થતાં જ વનવિભાગ પણ હરકતમાં આવ્યું છે.

Latest Stories