સંઘપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન કરાયું
સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો
દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો
પાલિકા-જિલ્લા પંચાયતની મહત્વની બેઠકો પર બિનહરીફ
ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દમણ ભાજપએ પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મહત્વની બેઠકોને બિનહરીફ કબ્જે કરી છે.
રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. પ્રદેશની જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે, દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે. જેમાં પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દમણ ભાજપએ મહત્વની બેઠકોને બિનહરીફ કબ્જે કરી છે.
દમણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપએ 16 બેઠકમાંથી 10 બિનહરીફ કબ્જે કરી છે, જ્યારે દમણ પાલિકાની ચૂંટણીમાં પાલિકાના 15 વોર્ડમાંથી 12 ઉમેદવાર બિનહરીફ થયા છે, જ્યારે હવે અન્ય 3 વોર્ડમાં ચૂંટણી યોજાશે. દમણ-દીવ-દાદરાનગર હવેલીના પ્રદેશ અધ્યક્ષએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ઈલેક્શન પહેલા જ દબદબો રહ્યો છે, ત્યારે ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે.