જુનાગઢ: પ્રાથમિક સુવિધા માટે મનપા સામે સ્થાનિકોમાં આક્રોશ,પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મહિલાઓએ તતડાવ્યા

વિનાયક રેસિડેન્સીના રહીશો છેલ્લા એક મહિનાથી રસ્તા અને ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ઘેરી લીધા હતા અને તુ તુ મેં મેં ના દ્રશ્યો સર્જાયા

New Update
  • પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ઉધડો લેતી મહિલાઓ

  • રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકો વિફર્યા

  • વોર્ડ નં.5માં છેલ્લા એક મહિનાથી છે રસ્તાની સમસ્યા

  • મહિલાઓએ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનને જાહેરમાં તતડાવ્યા

  • સ્થાનિક અગ્રણી હસમુખ પટેલ અને રાકેશ ધુલેશિયા વચ્ચે ઘર્ષણ

Advertisment

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહિલાઓ રોષે ભરાય હતી,અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ઉધડો લઇ નાખ્યો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નંબર 5ના રહીશોએ પાયાની સુવિધાઓ મુદ્દે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ઝાંઝરડા રોડ પર આવેલા અક્ષર ટાઉનશીપ અને વિનાયક રેસિડેન્સીના રહીશો છેલ્લા એક મહિનાથી રસ્તા અને ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ઘેરી લીધા હતા અને તુ તુ મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.

સ્થાનિક મહિલાઓએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયાને જાહેરમાં રીતસરના તતડાવી નાખ્યા હતા.આ ઉપરાંત સ્થાનિક અગ્રણી હસમુખ પટેલ અને રાકેશ ધુલેશિયા વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું.

Latest Stories