Connect Gujarat
ગુજરાત

મહીસાગર : લુણાવાડાના યુવાને PM મોદીના સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવવા કરી અનોખી પહેલ...

લુણાવાડા નગરના નવયુવાન દ્વારા અનોખી પહેલપ્લાસ્ટિક, પેપર બેગ બનાવી પ્લાસ્ટિક નહીં વાપરવા અપીલ

X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના 21 વર્ષીય યુવકે પેપર પસ્તીમાંથી અનોખી બેગ બનાવી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના શાંતિનગર એકતા સોસાયટીમાં રહેતા 21 વર્ષીય સૌરભ વાઘેલાએ પેપરમાંથી અનોખી બેગ બનાવી પ્લાસ્ટિકને બાય બાય કરવા લોકોને અપીલ કરી છે. પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનથી પ્રેરાઇ યુવાને પ્લાસ્ટિકને પોતાના રોજબરોજના જીવનમાંથી હટાવવાનો ર્નિણય કર્યો છે. જે તે સમયે પ્લાસ્ટિકની શોધ ખૂબ જ મહાન ખોજ હતી. પરંતુ હવે સમય વિતતા પ્લાસ્ટિક વપરાશના કેટલાક દુષ્પરિણામો પણ સામે આવવા લાગ્યા છે, ત્યારે ભારતમાં મોદી સરકાર દ્વારા વર્ષ 2019ની તા. 2જી ઓક્ટોમ્બરથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી લોકોને નિર્ધાર કર્યો હતો.

સિંગલ યુઝ પ્લાસ્ટિક એ એવું પ્લાસ્ટિક છે, જેનો ઉપયોગ એકજ વાર કરાય છે, પછી તેને ફેંકી દેવામાં આવે છે. જેમ કે ગ્લાસ, બેગ, બોટલ વગેરે, ત્યારે આજના સમયમાં આવા પ્ર્લાસ્તિકના વધુ પડતાં ઉપયોગને લઈને પર્યાવર્ણને તો નુકશાન થઈ જ રહ્યું છે, સાથે સાથે પશુ-પક્ષીઓ અને માનવજાતને પણ એના પરિણામો ભોગવવા પડી રહ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક જમીનમાં ફેંકવાથી જમીનમાં ભળી ઝેરી ગેસ ઉત્પન્ન કરી જમીનની ફળદ્રુપતા ઘટાડી રહી છે. આવા પ્લાસ્ટિકના ઉપયોગના કારણે કેન્સર જેવી બીમારીઓ પણ વધી છે. માનવજાત, પર્યાવરણ તેમજ પશુ પક્ષીઓને બચાવવા પ્લાસ્ટિકને જાકરો આપવો જરૂરી છે, ત્યારે આગામી દિવસોમાં સૌરભ દ્વારા પેપરમાંથી બનાવેલ પેપર બેગ જીલ્લા વહીવટી તંત્ર તેમજ લુણાવાડા નગરના વેપારીઓને આપી પ્લાસ્ટિકને બાય બાય કરવા અપીલ કરવામાં આવશે.

Next Story