મહીસાગર : લુણાવાડાના ચાર કોશિયા નાકા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત,માતા પિતા સહિત બે બાળકોના મોત

એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. પતિ-પત્ની અને બંને બાળકનાં એકસાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

New Update
મહીસાગર : લુણાવાડાના ચાર કોશિયા નાકા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત,માતા પિતા સહિત બે બાળકોના મોત

મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચાર કોશિયા નાકા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. પતિ-પત્ની અને બંને બાળકનાં એકસાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચાર કોશિયા નાકા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. પતિ-પત્ની અને બંને બાળકનાં એકસાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ચારેયના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. મળતી માહિતી અનુસાર, લુણાવાડાના ચાર કોશિયા પાસે ગત મોડી રાત્રે ટ્રકચાલકે બાઈક પર સવાર પિતા-માતા અને બે બાળકને અડફેટે લીધા હતા. બાઇક પર સવાર પરિવારના ચારેય સભ્યોનાં મોત થયાં હતાં. અકસ્માત થતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને રસ્તા ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે પોલીસ પહોંચે એ પહેલાં ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

Latest Stories