Connect Gujarat
ગુજરાત

મહીસાગર: સંતરામપુર ખાતે ડાયાલિસિસના દર્દીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું

X

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે સ્ટેટ હોસ્પિટલ ડાયાલિસિસ યુનિટ,વિવેકાનંદ કેન્દ્ર દ્વારા નવતર અભિગમ સાથે ડાયાલિસિસના દર્દીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે સ્ટેટ હોસ્પિટલ ડાયાલિસિસ યુનિટ,વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરના સહયોગથી તેમની અધ્યક્ષતામાં નવતર અભિગમ સાથે ડાયાલિસિસના દર્દીઓના સ્નેહમિલન કાર્યક્રમને આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા બેન સુથારે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, અમદાવાદ કિડની ઇન્સ્ટીટ્યુટના ડો. હિમાંશુ પટેલ અને સિવિલ હોસ્પિટલ મેડિસિન વિભાગના હેડ ડો.કમલેશ ઉપાધ્યાય તથા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના હેડ એચ.પી.પરમાર સહિત તબીબો, અગ્રણીઓ, દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેટ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ યુનિટની શરૂઆત વર્ષ 2018થી કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી વર્ષ ૨૦૨૧ સુધી ડાયાલિસિસ વિભાગના કાર્યરત આઠ મશીન દ્વારા ૧૨૮૧૧ ડાયાલીસીસ કરવામાં આવ્યા છે. આ યુનિટમાં મહીસાગર,દાહોદ,પંચમહાલ અને રાજસ્થાન બાંસવાડા વિસ્તારના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.

Next Story