Connect Gujarat
ગુજરાત

મહીસાગર : પટ્ટણ ગામના ચિત્રકારે "હર ઘર તિરંગા" અભિયાનનું કેનવાસ પેન્ટિંગ તૈયાર કર્યું...

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે.

X

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે. ચિત્રકારે હર ઘર તિરંગાનું કેનવાસ પર અનોખુ પેન્ટિંગ કંડાર્યુ છે.

મહીસાગરના લુણાવાડાના પટ્ટણ ગામના ચિત્રકાર ભીખા માછીએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કેનવાસ પર પેઇન્ટિંગ બનાવ્યું છે. તેઓ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કેનવાસ પેન્ટિંગ બનાવી લોકજાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. અગાઉ કોરોના કાળમાં પણ રોડ પેઇન્ટિંગ બનાવી લોકજાગૃતિનો અનોખો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત ભીખા માછીએ ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર નરેશ કનોડિયાનું પેઈન્ટીંગ બનાવી હિતુ કનોડિયાને ભેટ કર્યું હતું. ભીખા માછી ચિત્રકાર, પત્રકાર, એન્કર અને લેખનની કળા પણ ધરાવે છે. ભીખા માછી નિવૃત આચાર્ય છે, ત્યારે હવે નવરાશની પળોમાં તેઓ ચિત્રકલાના માધ્યમથી લોકજાગૃતિના હિતનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

Next Story