/connect-gujarat/media/post_banners/57bd59bfdd0beb379f5cb712db62be2b6bacb7fc9cb83dc29830bc386d3aec77.jpg)
મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં હાલ પાણીની સપાટી 397 ફૂટ થતાં ડેમની સપાટીનુ સ્તર 50% પર પહોચ્યું છે. આમ ઉનાળાના અંત સુધી ડેમની સપાટી 373 ફૂટ નજીક જશે તો આવનાર સમયમાં પીવા અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યા ઊભી થવાના એંધાણ સર્જાય રહ્યા છે.
મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા બંધમાંથી અન્ય જીલ્લામાં લોકોને પીવા અને સિંચાઈ માટે લાખો ક્યુસેક પાણી અપાતાં હાલ પાણીની સપાટી ઘટવા લાગી છે. ડેમમાં હાલ પાણીની સપાટી 397 ફૂટ થતાં ડેમની સપાટીનુ સ્તર 50% પર પહોચ્યું છે. જોકે, પાણીનો જથ્થો 50% થતા આવનારા દિવસોમાં મહિસાગર, પંચમહાલ, દાહોદ, સંતરામપુર, કડાણા અને લુણાવાડા તાલુકામાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા ઉદ્દભવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કડાણા બંધમાં હાલ પાણીની આવક માત્રને માત્ર 1540 ક્યુસેક છે. હાલ ડેમમાંથી પાણીની જાવક 570 ક્યુસેક જેટલી છે. આ વર્ષે એપ્રિલ માસની શરૂઆતમાં જ કડાણા ડેમમાં પાણીની સપાટી 397 ફૂટ પહોચતા પીવા અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યા ઊભી થવાના એંધાણ સર્જાય રહ્યા છે.