ધંધુકામાં માલધારી યુવાનને ઠાર મરાયો, ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા મૃતકના ઘરે

અમદાવાદના ધંધુકામાં કિશન નામના ગૌરક્ષકને ઠાર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.

ધંધુકામાં માલધારી યુવાનને ઠાર મરાયો, ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા મૃતકના ઘરે
New Update

અમદાવાદના ધંધુકામાં કિશન નામના ગૌરક્ષકને ઠાર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. રાજયભરમાં હીંદુ સંગઠનોએ દેખાવો કર્યા હતાં તો બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મૃતકના પરિવારજનોને મળ્યાં હતાં.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તથા આસપાસના વિસ્તારમાં કિશન બોળિયા ઉર્ફે ભરવાડની સારી એવી નામના હતી. ગૌરક્ષા તથા સમાજસેવામાં તે અગ્રેસર રહેતો હતો. તારીખ 25મી જાન્યુઆરીના રોજ કિશનની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી. કહેવાય છે કે કિશને સોશિયલ મિડીયામાં એક વિવાદીત પોસ્ટ મુકી હતી અને ત્યારથી તે વિધર્મીઓના નિશાના પર હતો. કિશનની હત્યાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મૃતકના નિવાસે ગયાં હતાં અને પરિવારજનોને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.

હવે વાત કરીશું હીંદુ સંગઠનોની... કિશનની હત્યા બાદ હીંદુ સંગઠનો લાલઘુમ થઇ ગયાં છે. તેઓ કિશનના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહયાં છે. આજે રાજયભરમાં હીંદુ સંગઠનો તરફથી દેખાવો યોજી આવેદનપત્ર આપવામાં આવ્યાં..

ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા અન્ય હીંદુ સંગઠનોએ આવેદનપત્ર આપી હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરી હતી.

સુરેન્દ્રનગરમાં હીંદુ સંગઠનોએ આપેલાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો.. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કર્યું હતું.

દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત અને નવસારીમાં પણ હીંદુ સંગઠનોએ રેલી યોજી કિશનની હત્યાને સખત શબ્દોમાં વખોડી નાંખી હતી.

ધંધુકામાં બનેલી ફાયરીંગની ઘટનામાં પોલીસે ૭ અલગ અલગ ટીમો બનાવીને 2 આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહયું છે. ઝડપાયેલાં બંને આરોપીઓ મૌલવીઓ હોવાનું બહાર આવી રહયું છે. વિવાદીત પોસ્ટના કારણે કિશનની હત્યા કરી દેવામાં આવી હોવાનું હાલના તબકકે લાગી રહયું છે પણ સત્યતો પોલીસની તપાસમાં બહાર આવશે...

#Bharuch #ConnectGujarat #BeyondJustNews #Navsari #Ahmedabad #comment #Dhandhuka #AHP #Maldhari #SocialMedia ##Dgpgujarat #CommunalTension #HarshSanghavi #DrPravinTogadia #VishvaHinduParisad #KishanBharvad #Contraversy #KishanMurderCase #MarketClosed
Here are a few more articles:
Read the Next Article