Connect Gujarat
ગુજરાત

સોમનાથ મંદિરની સુરક્ષામાં સજ્જ મરીન પોલીસની બોટના ડ્રાઈવરને છુટા કરાયા, ૪ દિવસથી દરિયાઇ પેટ્રોલીંગ બંધ

સોમનાથ મંદિરની દરિયાઈ સુરક્ષા માટે સજ્જ મરીન પોલીસના કરાર આધારિત કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા છેલ્લા ૪ દિવસથી દરિયાઈ પેટ્રોલીંગ બંધ

X

અરબી સમુદ્ર દરિયા કિનારે આવેલ ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિરની દરિયાઈ સુરક્ષા માટે સજ્જ મરીન પોલીસના કરાર આધારિત કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા છેલ્લા ૪ દિવસથી દરિયાઈ પેટ્રોલીંગ બંધ છે ત્યારે સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે..

સોમનાથ મંદિર દરિયાકિનારે આવેલું હોવાથી રાજ્ય સરકાર દ્વારા મંદિર નજીક જ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે. મંદિરના દરિયામાં રાઉન્ડ ઘ કલોક પેટ્રોલિંગ કરવા માટે મરીન પોલીસને એક સ્પીડ બોટ ફાળવવામાં આવી છે. તેના સંચાલન માટે રાજ્યના ગૃહ વિભાગ હસ્તકની દરિયાઈ સુરક્ષા કચેરી દ્વારા સ્પીડ બોટ ચલાવવા માટે કરાર આધારિત સ્ટાફની ભરતી કરી હતી. જે સ્ટાફનો કરાર ચાર દિવસ પૂર્વે પુરો થઇ જતા છુટા કરી દેવામાં આવ્યા છે. જેના લીધે છેલ્લા ચાર દિવસથી સોમનાથ મંદિરના દરિયામાં મરીન પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ બંધ થઇ ગયું હોવાથી સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે.દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતા એવા દરિયાની સુરક્ષા સંભાળતા વિભાગમાં કાયમી કર્મચારી નિમણૂક કરવાના બદલે કરાર આધારિત ભરતી કરવાની નીતિ વ્યાજબી ન હોવાનું જાણકારી જણાવી રહ્યાં છે. જ્યારે આ મામલે સોમનાથ મરીન પોલીસના ઇન્ચાર્જ અધિકારી નો સંપર્ક કરતા જણાવ્યુ કે ઉપરથી અમોને સૂચના મળી છે કે કરાર આધારિત કર્મચારીઓને છુટા કરવામાં આવે તે કારણોસર પેટ્રોલિંગ બંધ છે

Next Story