/connect-gujarat/media/media_files/2025/07/04/whatsapp-image-2025-07-04-15-28-43.jpeg)
ખેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. વિગતો મુજબ નાગરિકોની અવરજવરવાળા વિસ્તારમાં આવેલ રાઇસ મિલમાં આગ લગતા ઘડીભર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ખેડા શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી. શુક્રવારે બપોરે એકાએક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ લેતાં એક કિમી સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ખેડા અને નડિયાદ સહિત અલગ અલગ સ્થળેથી 8 થી 10 ફાયર ફાયટર દ્વારા ગોડાઉન ફરતે પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. એક ઝૂંપડું આગની ઝપેટમાં આવ્યું છે. જોકે બનાવામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
બનાવના પગલે ખેડા પ્રાંત અધિકારી, ખેડા ટાઉન પી આઈ, અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતનાઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે. જોકે, હાલ સુધીમાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. પરંતુ આગ એટલી વિકરાળ છે કે કાબુમાં આવતા થોડો સમય લાગી જાય તેવી શક્યતા છે. આ ગોડાઉનની બાજુમાં એક ઝુંપડુ હતું તે પણ આગની ઝપેટમાં આવી ગયું છે. આ આગ વધુ પ્રસરે નહીં તે દિશામાં ફાયરના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.
આ ભિષણ આગ વધુ પ્રસરે નહીં તે હેતુસર નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે. નડિયાદ ફાયર બ્રિગ્રેડના બે વોટરબ્રાઉઝરો સાથે ડિસ્ટ્રિક્ટ ફાયર અધિકારી બનાવ સ્થળે પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલ આગને કાબુમાં લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ આગ વિકરાળ હોવાથી સુરક્ષાના ભાગરૂપે તુરત બનાવ સ્થળે અને આસપાસના વિસ્તારોમાં વિજ પ્રવાહને બંધ કરી દેવામાં આવ્યો છે. આગના કારણે કોઈ જાનહાનિ ન થાય અને તકેદારીના ભાગરૂપે વિજ પ્રવાહને બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ બનાવ સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા છે. જોકે, ફાયરના કર્મચારીઓ આગ બુઝાવવા પુરતા પ્રયત્નો કરી રહ્યા છે.
આ આગને કાબુમાં લેવા ખેડા, નડિયાદ ઉપરાંત ધોળકા ફાયર બ્રિગેડ, અમદાવાદ ફાયર બ્રિગેડ, ONGC ફાયર બ્રિગેડ, મહેમદાવાદ ફાયર બ્રિગેડ, ચીરીપાલ કંપનીની થઈ કુલ 8 થી 10 ફાયર ફાયટર દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગોડાઉનની ચારેય તરફ આ વોટર બ્રાઉઝર ગોઠવી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
Kheda | massive fire | Firefighters