મધુરમ બાયપાસ પર કારમાં લાગી આગ
કારની બેટરીમાં સ્પાર્ક બાદ લાગી આગ
XUV કાર આગમાં બળીને ખાખ
કારમાં સવાર પરિવારનો થયો આબાદ બચાવ
ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના બની હતી. એકXUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી.જોકે સર્જાયેલી ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એકXUV કારમાં અચાનક આગ લાગી હતી,ઈસાન મકવાણા તેમના પરિવાર સાથે ઝાંઝરડા ચોકડી તરફ જઈ રહ્યા હતા,ત્યારે આ ઘટના બની હતી.મધુરમ બાયપાસથી થોડે આગળ જતાં જ કારની લાઈટ અનિયમિત થઈ હતી, અને લબક ઝબક થવા લાગી હતી. ત્યારબાદ બોનેટ માંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોતજોતામાં કાર આગની ચપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ હતી. બેટરી સ્પાર્ક થતાં આગ લાગી પણ સતર્કતાથી પરિવારનો બચાવ થયો હતો.
ઘટના અંગેની જાણ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી,અને ફાયર બ્રિગેડ દ્વારા સળગતી કાર પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો,જોકે કાર આગમાં બાળીને હાડપિંજર સમાન બની ગઈ હતી.