રાજ્યમાં પોલીસ વિભાગમા મોટાપાયે બદલી, 275 PI અને 551 PSIની એકસાથે કરાઇ બદલી

New Update
રાજ્યમાં પોલીસ વિભાગમા મોટાપાયે બદલી, 275 PI અને 551 PSIની એકસાથે કરાઇ બદલી

રાજ્યમાં પોલીસ વિભાગમા મોટાપાયે બદલી કરવામાં આવી હતી. રાજ્યના 275 PIની બદલીના આદેશ અપાયા હતા. મળતી જાણકારી અનુસાર, ગુજરાત પોલીસમાં 275 પીઆઇના બદલીના આદેશ અપાયા હતા. 232 બિનહથિયારી PI અને 43 હથિયારી PIની બદલી કરવામાં આવી હતી. તમામની આંતર જિલ્લા બદલી કરાઇ હતી.

તે સિવાય 551 PSIની એકસાથે બદલી કરવામાં આવી હતી. હથિયારી PSIની આંતર જિલ્લા અને શહેરમાં બદલી કરાઇ હતી. લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે નિયમ મુજબ બદલી કરવામાં આવી હતી. ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી બદલના આદેશ આપ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.