/connect-gujarat/media/media_files/2025/07/12/mixcollage-12-jul-2025-2025-07-12-08-53-32.jpg)
અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/07/12/mixcollage-12-jul-2025-2025-07-12-08-53-32.jpg)
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે..
ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો અનોખો સંકલ્પ કર્યો છે, ત્યારે તેઓની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે. તેમણે સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનું નિશ્ચય કર્યું છે. આ દિવ્ય યાત્રાનો પ્રારંભ ઝાડેશ્વર સ્થિત મહામાંગલ્ય રેસિડન્સીથી હનુમાનજીના પૂજન અને અર્ચન સાથે કરવામાં આવ્યો હતો.
ભક્તિ અને રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલો આ પ્રયાસ માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક સદભાવના અને હિન્દુ રાષ્ટ્રના વિચારને પણ બળ આપનાર છે. સુંદરકાંડ પાઠ દ્વારા સમૃદ્ધ આ સંકલ્પથી ભક્તજનોને ધાર્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઇ રહ્યો છે. સંદીપ પુરાણીનું માનવું છે કે, શ્રાવણ માસમાં હનુમાનજીના ચરિત્રના પઠનથી નેગેટિવ એનર્જી દૂર થાય છે, અને સમાજમાં સકારાત્મકતા ફેલાય છે. આ પહેલ અન્ય ઘરો, સંસ્થાઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.