Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ફરીએકવાર મેઘાવી માહોલ, 151 તાલુકામાં વરસાદ વરસતા ખેતીના પાકને નવું જીવતદાન

રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.

X

રાજ્યામાં ફરીએકવાર મેઘાવી માહોલ જામ્યો છે ત્યારે વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદ, નવસારી વલસાડ, ડાંગ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા સહિત સુરતમાં ગતરોજ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેને પગલે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કપરાડામાં 5.5 ઈંચ તેમજ સુબીરમાં 5 ઈંચ અને આહવામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપીમાં ભારે વરસાદની શક્યતા છે તેમજ વલસાડ, સુરત, ડાંગ, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Story