Connect Gujarat
ગુજરાત

મહેસાણા: ભાવિનાએ પેરાઓલોમ્પિકમાં સિલ્વર મેડલ હાંસલ કરતાં વતનમાં દિવાળી જેવો માહોલ

ટેબલ ટેનિસની ખેલાડીએ પેરા ઓલોમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યુ

X

મહેસાણા જિલ્લાના વડનગર સુંઢિયા ગામની વતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે ટેબલ ટેનિસની ખેલાડીએ પેરા ઓલોમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યુ ત્યારે તેના પરિવારમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહયો છે

મહેસાણાના સુંઢિયા ગામની ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસની કલાસ ફોર ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી ચુકી હતી જૉકે ફાઇનલમાં તેની હાર થઈ છે પરતું સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી છે.ભાવિના પટેલ દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાની એક ડગલુ નજીક આવી ગઈ હતી પરતું ફાઇનલમાં હાર થતાં ગોલ્ડ મેડલથી દુર રહી ગઈ હતી. ભાવિનાની આ જીતને લઈને તેના માતા પિતા ખૂબ ખુશ છે ભાવિના પટેલ ભલે ફાઇનલમાં હારી હોઈ પણ તેના ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ગામના લોકોએ મીઠાઈ વહેંચી આતશબાજી કરી ગરબે ઝૂમી ખુશી માનવી હતી. સવારથી ગામના લોકો દ્વારા લાઈવ મેચ નિહાળવા માટે ગામ વચ્ચે LED ડિસ્પ્લે લગાવવામાં આવી હતી અને ગામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો

Next Story