મહેસાણા જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરીને ભાજપના નેતાઓએ ચાલીસ કરોડ રૂપિયાનું આચરેલા જમીન કૌભાંડ અંગે સંડોવાયેલા તમામ સામે તપાસ કરી તાત્કાલિક ફોજદારી ગુન્હો દાખલ કરવાની માંગ ગુજરાત કોંગ્રેસ પક્ષ કરી છે
મહેસાણા જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરીને ભાજપના નેતાઓએ ચાલીસ કરોડ રૂપિયાનું આચરેલા જમીન કૌભાંડ મુદ્દે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે નવી શરત ભંગ જમીન હોવા છતાં ખોટી રીતે દસ્તાવેજ કરવામાં આવેલ હોવાથી પેઢીનામાંની અંદર ખોટી રીતે પુરાવા મૂકીને રજુ કરવામાં આવેલ છે જેની અંદરના આધાર અને પંચોની સહી તથા ખોટી જગ્યા ઉપરની ફરજ અધિકારી દ્વારા કરવામાં આવેલ છે. પેઢીનામાની અંદરના રહેઠાણના પુરાવા ખોટી જગ્યા ઉપરના બતાવવામાં આવેલ છે જે તદ્દન ખોટો પુરાવો ગ્રાહૃય છે. રહેઠાણ રામોસણા છે અને કસ્બામાં એક દિવસ પૂરતા આવેલા તલાટી પેઢીનામું કરેલ છે. ગત તા 20-01-2020 ના રોજ શરતભંગ કેસ ડેપ્યુટી કલેક્ટરના ઠરાવ ઉપર લેવામાં આવેલ જે ઠરાવ રેકર્ડ માંથી ગુમ છે. ઠરાવ તા. 14-10-2021ના રોજ ડેપ્યુટી કલેકટર એમ.ડી. પટેલ દ્વારા ગેરકાયદેસર હુકમ કરવામાં આવ્યો છે. નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાનો ખોટો હુકમ કરી ફક્ત 6 દિવસમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા રીવ્યુ કરવામાં આવ્યું છે. જે ઠરાવ હાલના વર્તમાન રેકોર્ડમાંથી ગુમ છે. નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની અરજીમાં પંચો તરીકે ખુદ જમીન ખરીદનાર પોતે જ માલિક પંચ તરીકે સહી કરી છે. જે રેવન્યુના કાયદા મુજબ સરકારી રેકર્ડમાં ગેરકાયદેસર ગણવામાં આવે છે.