મહેસાણા : પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી પ્રાપ્ત કરી સફળતા, જીવામૃત અને બીજામૃતના પ્રયોગથી ખેતી ખર્ચમાં કર્યો ઘટાડો

મહેસાણા જિલ્લાના કરલી ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશ સુથારે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી, માત્ર એક કાંકરેજી ગાયના સહારે પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

New Update
  • પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ બની સફળતાનો માર્ગ

  • પ્રગતિશીલ ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી

  • કાંકરેજી ગાયના સહારે પ્રાકૃતિક ખેતી અપનાવી

  • જીવામૃત-બીજામૃતના પ્રયોગે ખેતી ખર્ચ ઘટાડ્યો

  • બાગાયતી અને શાકભાજી દ્વારા માતબર આવક મેળવી 

મહેસાણા જિલ્લાના કરલી ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે,અને બાગાયતી પાકો તેમજ શાકભાજી દ્વારા માતબર આવક મેળવી રહ્યા છે. 

મહેસાણા જિલ્લાના કરલી ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશ સુથારે રાસાયણિક ખેતીનો ત્યાગ કરીમાત્ર એક કાંકરેજી ગાયના સહારે પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીવામૃત અને બીજામૃતના પ્રયોગથી ખેતી ખર્ચમાં ધરખમ ઘટાડો કરીને તેઓ બાગાયતી પાકો તેમજ શાકભાજી દ્વારા વાર્ષિક રૂપિયા 4 થી 5 લાખની માતબર આવક મેળવી રહ્યા છે.

ગૌ-આધારિત ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે તેઓ 'ખેડૂત ઉત્પાદક સંગઠનમારફતે અન્ય ખેડૂતોને પણ આ માર્ગે જોડી રહ્યા છે. રમેશભાઈની આ ઝેરમુક્ત ખેતીની ગાથા પર્યાવરણના જતન અને ખેડૂતોના આર્થિક સ્વાવલંબન માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ છે.

Latest Stories