મહેસાણા : ઊંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવમાં તેજી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવમાં તેજી આવી છે. મીડીયમ ક્વોલિટીના 1500 પ્રતિમણ વધી 2070 અને એક્સપોર્ટ ક્વોલિટીના તલના ભાવ રૂ 2100 પ્રતિમણ વધી 2600 થી 2700 રૂપિયાએ પહોંચ્યો છે, ત્યારે તલ વેચવા આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ઊંઝા એપીએમસીને એશિયાની નમ્બર વન એપીએમસી માનવામાં આવે છે. અહીં ફક્ત રાજયભરમાંથી જ નહી પરંતુ રાજસ્થાન, યુપી અને એમપીથી પણ ખેડૂતો યોગ્ય ભાવ મળતા પોતાની જણશ વેચવા ઊંઝા આવતા હોય છે. હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવમાં તેજી આવી છે. મીડીયમ ક્વોલિટીના ભાવ 1500 રૂપિયા પ્રતિમણ હતો જેનો ભાવ વધીને હાલમાં 2070 મળી રહ્યો છે અને એક્સપોર્ટ ક્વોલિટીમાં પહેલા 2100 રૂ પ્રતિમણ તલનો હતો જે વધી 2600 થી 2700 મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. તલની આવક ઓછી અને માંગ વધુ હોવાથી હાલમાં ભાવ સારા મળી રહ્યા છે.
ઊંઝા માર્કેટયાર્ડમાં ખેડૂતોના માલના યોગ્ય દામ અને રોકડા નાણાં ખેડૂતોને મળવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી ઊંઝા ખાતે પોતાનો માલ વેચવા આવતા હોય છે. ત્યારે હાલમાં તલના ભાવમાં 500 થી 600 રૂપિયાની ભાવ વધારાની તેજીએ ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ઊંઝા APMCએ મોટા માર્કેટયાર્ડ સહિત મસાલા માર્કેટ અને અન્ય દેશોમાં પણ અહીંના એકસ્પોર્ટરો માલ સપ્લાય કરતા હોવાથી ખેડૂતોની જણસના ભાવ ઊંચા મળતા હોય છે. ત્યારે નહીવત વરસાદ વચ્ચે તલનું વાવેતર ઘટવાના કારણે આવક ઓછી અને માંગ વધુ સામે આવી છે જેને લઈ ભાવમાં ઉછાળો આવ્યો છે. એક્સપોર્ટરોના મતે ભાવ વધારાનું બીજું એ પણ કારણ છે કે કોરિયાના ભારતને મળેલ ટેન્ડરમાં 9000 ટનનો ઓર્ડર મળતા ઊંઝા એક્સપોર્ટરોને ઓર્ડર મળતા ભાવ ઉચકાયા હોવાનું એક્સપોર્ટરો જણાવી રહ્યા છે.
નવસારી : આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી ખાતે કેન્દ્રીય મંત્રી...
12 Aug 2022 12:54 PM GMTપઠાણ ફિલ્મનો વિરોધ કરતાં કચ્છના જાણીતા સંત દેવનાથ બાપુને ધમકી,...
12 Aug 2022 12:29 PM GMTભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા...
12 Aug 2022 12:17 PM GMTઅમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં 7 ભેજાબાજોએ અપનાવી નવા પ્રકારની...
12 Aug 2022 12:01 PM GMTપોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય...
12 Aug 2022 11:35 AM GMT