Connect Gujarat
ગુજરાત

મહેસાણા : છેટાસણા ગામે કિશોરીને મોબાઇલ ચાર્જમાં નાંખી વાત કરવાનું મોંઘુ પડયુ, બ્લાસ્ટ થતાં નીપજયું મોત

સાંપ્રત સમયમાં અબાલ-વૃધ્ધ સૌ કોઇના હાથમાં મોબાઇલ ફોન જોવા મળે છે ત્યારે મોબાઇલ જેટલો ઉપયોગી છે તેટલો વિનાશકારી પણ સાબિત થઇ રહયો છે.

X

સાંપ્રત સમયમાં અબાલ-વૃધ્ધ સૌ કોઇના હાથમાં મોબાઇલ ફોન જોવા મળે છે ત્યારે મોબાઇલ જેટલો ઉપયોગી છે તેટલો વિનાશકારી પણ સાબિત થઇ રહયો છે. મહેસાણાના છેટાસણા ગામે મોબાઇલ ફોન ચાર્જમાં નાંખી એક કિશોરી વાત કરી રહી હતી તે દરમિયાન મોબાઇલમાં બ્લાસ્ટ થતાં તેનું મોત નીપજયું હોવાનો બનાવ બન્યો છે.

મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામમાં રહેતાં દેસાઇ પરિવાર માટે મોબાઇલ ફોન યમદુત બનીને આવ્યો હતો. શંભુ દેસાઇ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. તેમની 17 વર્ષીય દીકરી મકાનના ઉપરના માળે ગઇ હતી. તે મોબાઇલ ફોનને ચાર્જિંગમાં નાંખી મોબાઇલ ફોન હાથમાં રાખી કોઇની સાથે વાત કરી રહી હતી. દરમિયાન અચાનક ફોનમાં બ્લાસ્ટ થયો હતો તેમજ મકાનના ઉપરના ભાગે રાખેલાં ઘાસચારામાં આગ ફાટી નીકળી હતી. અચાનક થયેલાં ધડાકાથી પરિવારજનો અને આસપાસના રહીશો દોડી આવ્યાં હતાં. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો પણ શંભુભાઇની 17 વર્ષની દીકરી મૃત હાલતમાં મળી આવી હતી. મોબાઈલ ફોનમાં બ્લાસ્ટથી ઘાયલ યુવતી નું મોત નિપજતા પરીવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Next Story