/connect-gujarat/media/post_banners/06b294649fb33273aadb9ef2bc120b499a1e1a39e0da5889b57d0629e5d7848d.jpg)
લદાખથી સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી નીકળેલી ITBP સાયકલિસ્ટ જવાનોની સાયકલ યાત્રાનું મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઇન્ડો-તિબેટીયન બોર્ડર ફોર્સના જવાનો દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22 ઓગષ્ટે લદાખથી નીકળેલી સાયકલ યાત્રામાં 23 જેટલા સાયકલિસ્ટ જવાનો 2700 કિલોમીટરનું અંતર કાપી તા. 31 ઓક્ટોમ્બરના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે પહોંચશે, ત્યારે આ સાયકલ યાત્રા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તમામ જવાનોનું જિલ્લા વહીવટી તંત્ર, ઊંઝા ઉમિયા માતા સંસ્થાન, APMC અને પોલીસ વિભાગ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.