Connect Gujarat
ગુજરાત

મહેસાણા : વડાપ્રધાન મોદીએ જયાં અભ્યાસ કર્યો તે M.N. કોલેજને હેરિટેજમાં સ્થાન મળ્યું

મહેસાણાના વિસનગરની માણેકલાલ નાનચંદ કોલેજ કે જયાં વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ અભ્યાસ કર્યો છે

X

ગુજરાત માટે વધુ એક ગૌરવના સમાચાર આવ્યાં છે. મહેસાણાના વિસનગરની માણેકલાલ નાનચંદ કોલેજ કે જયાં વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ અભ્યાસ કર્યો છે તેને હેરીટેજ જાહેર કરવામાં આવી છે......

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલી અને અંગ્રેજોના સમયમાં બનેલી ઐતિહાસિક માણેકલાલ નાનચંદ કોલેજને હેરીટેજ કોલેજમાં સ્થાન મળતાં શહેરનું ગૌરવ વધ્યું છે. કોલેજને હેરીટેજમાં સ્થાન મળતાં તેના બિલ્ડીંગના રીનોવેશન માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરી દેવાઇ છે.વર્ષ 1946માં સ્થપાયેલી આ કોલેજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત આનંદીબેન પટેલ અને શંકરસિંહ વાઘેલા પણ અભ્યાસ કરી ચુકયાં છે. ઉત્તર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટે તે માટે વિસનગરના શેઠ માણેકલાલ નાનચંદે વર્ષ 1946માં દાન આપ્યું હતું. આ દાનની રકમમાંથી તેમના નામ ઉપરથી કોલેજની સ્થાપના કરાઇ હતી. તે સમયે રાજસ્થાનના અજમેરથી અમદાવાદ સુધી એક માત્ર આ કોલેજ હતી.જેના કારણે ગુજરાત ઉપરાંત રાજસ્થાનના વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ કરવા માટે આવતાં હતાં. તાજેતરમાં ગુજરાતની પાંચ કોલેજોની ઇમારતોને હેરીટેઝ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં વિસનગરની કોલેજનો પણ સમાવેશ થાય છે.

આ કોલેજના ગૌરવવંતા ભુતકાળની વાત કરવામાં આવે તો.. આ કોલેજમાં ઇ.સ.1966-67માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, 1967-68માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ઇ.સ.1964માં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી, પૂર્વ ફાયનાન્સ મંત્રી વી.કે.ગઢવી સહિતના દિગ્ગજો અભ્યાસ કરી ચૂક્યા છે. આ ઉપરાંત કોલેજના ભુતપુર્વ વિદ્યાર્થી જયશંકર સુંદરીએ ભવાઇના પ્રખ્યાત કલાકાર તરીકે નામના મેળવી હતી. ડિસેમ્બર માસમાં કોલેજને 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેનો રજત જ્યંતિ મહોત્સવ ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષણ નગરી વિસનગરની ઓળખ સમી એમ. એન. કોલેજને હવે હેરીટેઝનું ગૌરવ પ્રાપ્ત થયું છે.75 વર્ષ કરતા પણ વધુ સમય થી કાર્યરત આ કોલેજને હેરિટેજમાં સ્થાન મળતાં અંદાજીત 2.50 કરોડ ની ગ્રાન્ટ પણ મળશે જેથી આ બિલ્ડીંગને વર્ષો સુધી સાચવાઈ રહેશે.

Next Story