/connect-gujarat/media/post_banners/50c7d48fe9dc6bd01669f6c45643022005002562d9be1bfa4c73b52264b56297.jpg)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં પોતાનું શિક્ષણ મેળવ્યું છે, તે સ્કૂલની હવે કાયાપલટ થશે. મહેસાણા જિલ્લાના વડનગરની સ્કૂલના વારસાને જાળવી રાખવા માટે રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે, અને તેની જવાબદારી રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને સોંપવામાં આવી છે.
વડનગર રેલ્વે સ્ટેશનની જેમ કાયાપલટ થઈ છે, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં પોતાનું શિક્ષણ મેળવ્યું છે, તે સ્કૂલ હિસ્ટોરિકલ બને તે માટે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ શુક્રવારે વડનગરની મુલાકાતે આવ્યા હતા. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, તે 100 વર્ષ જૂની કુમાર પ્રાથમિક શાળાને પ્રેરણા કેન્દ્ર બનાવવા માટે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. નવી પેઢીને પ્રેરણા મળે તેમજ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા પ્રેરણા કેન્દ્ર બનાવવા માટે આ શાળાને નવીન લુક આપવામાં આવશે.
આધુકીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિઝાઇન સાથે સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. મતલબ આવનાર સમયમાં આ શાળા વડનગર ટુરિઝમ માટે હોટ ફેવરિટ સ્થળ બનશે. વડનગર ખાતે યોજાયેલ બેઠક દરમ્યાન મુખ્ય સચિવ મમતા વર્મા, પ્રવાસન સચિવ હરિત શુક્લા, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ, શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, કલેકટર ઉદિત અગ્રવાલ, ડીડીઓ ડો. ઓમ પ્રકાશ, સામાજિક અગ્રણી સોમ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.