Connect Gujarat
ગુજરાત

મહેસાણા: ચડ્ડી બનીયાન ગેંગનો આતંક; એક જ રાતમાં પાંચ સ્થળોએ કરી ચોરી

X

મહેસાણા જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. બાયપાસ પાસે આવેલી એક કંપનીમાં ચડ્ડી બનીયાન ગેંગે ચોરીને અંજામ આપ્યો હતો જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી તસ્કરો બેફામ બન્યા છે. શહેરમાં તસ્કરો હાઇવે પર આવેલ કંપનીને ટાર્ગેટ કરી રહ્યા છે. શહેરમાં એક જ રાતમાં પાંચ સ્થળો પર ચોરી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મોડી રાત્રે મહેસાણા બાયપાસ બાજુ આવેલ કેટલીક કંપનીમાં ચડ્ડી ગેંગે ચોરીને અંજામ આપ્યો હતો

જેમાં ચડ્ડી ગેંગની ટોળકી કંપનીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે મહેસાણા શહેરમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગના છ જેટલા ઈસમો પોતાના હાથમાં ધોકા અને હથિયારો લઈને મોડી રાત્રે ચોરી કરવા નીકળી પડે છે ગત મોડી રાત્રે બાયપાસ પાસે આવેલ કેટલીક કંપની અને એક ફાર્મ હાઉસમાં ચોરી થઈ હોવાની વિગતો હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. જોકે કંપનીમાં લાગેલા CCTV કેમેરામાં તસ્કરોની હરકત કેદ થવા પામી છે. ત્યારે હાલમાં આ ચડ્ડી ગેંગ કેટલી કંપનીને ટારગેટ કરી છે અને કેટલા મુદામાલની ચોરી કરી છે એ અંગે મહેસાણા તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે.

Next Story