Connect Gujarat
ગુજરાત

મહેસાણા: PM સ્વનિધિ યોજના અંતર્ગત નાના વ્યવસાયકારોએ મેળવ્યો લાભ, જીવન થયુ ખુશખુશાલ

કોરોનાકાળ દરમ્યાન ભાંગી પડેલા વ્યવસાયને ફરી બેઠા કરવા માટે અનેક લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના સહાયભૂત થઈ છે

X

કોરોનાકાળ દરમ્યાન ભાંગી પડેલા વ્યવસાયને ફરી બેઠા કરવા માટે અનેક લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના સહાયભૂત થઈ છે અને તેના થકી નાના વ્યવસાયકારો તેમના ધંધા રોજગારને ફરી બેઠા કરી શક્યા છે.

કોરોનાકાળમાં પડી ભાંગેલા ધંધા-વ્યવસાયને પુન ચેતનવંતા બનાવવા પીએમ સ્વનિધિ યોજના હેઠળ નાના વ્યવસાયકારોને સહાય મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં આ યોજના હેઠળ 100 દિવસના ટૂંકા ગાળામાં 26 હજારથી વધુ ફેરિયાઓને પીએમ સ્વનિધિ અંતર્ગત સહાય મળી છે.મહેસાણા શહેરમાં સિવણ-કામ કરતા લક્ષ્મણભાઈ રાઠોડ નાની દુકાન થકી આજીવિકા રળે છે. કોરોનાકાળમાં આજીવિકા પર સંકટ સર્જાયું હતું. પણ હવે પીએમ સ્વનિધિ યોજનાએ તેમની આજીવિકાને નવું બળ પુરુ પાડ્યું છે.

મહેસાણા શહેરના જ બીજા એક લાભાર્થી છે. માવજીભાઈ ઠાકોર. તે લારી ચલાવે છે. તેમનું માનવું છે કે પીએમ સ્વનિધિની રકમથી બહુ મોટો ટેકો મળે છે અને તેમનું જીવન નિર્વાહ કરવા માટે સારી એવી આવક મળી રહે છે

Next Story